તાજેતરના સમાચાર

હેલ્પ લાઇન
gujaratset@gmail.com
+૯૧-૨૬૫-૨૭૮૬૩૩૭

::::: GSET પરીક્ષા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે :::::


 • જે ઉમેદવારોએ UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષ / સેમેસ્ટર નો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જ GSET ની પરીક્ષા આપી શકશે.
 • GSET પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રહેશે. ગુજરાત રાજ્યના SEBC ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના OBC પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી.
 • અન્ય રાજ્ય ના અનામત વર્ગના ઉમેદવારો , એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારો, ને General કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.
 • જો ઉમેદવાર ભારતીય યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા વિદેશની યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિગ્રી / ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોય, તો ઉમેદવાર પોતાની ડિગ્રી / ડિપ્લોમા / પ્રમાણપત્રનું, અસોશિએશન ઓફ ઇંડિયન યુનિવર્સિટીસ (AIU), New Delhi. (www.aiu.ac.in) પાસેથી, માન્ય ભારતીય યુનિવર્સિટીની અનુસ્નાતક ડિગ્રી સાથેની સમકક્ષતાનું * પ્રમાણપત્ર મેળવી લે તે તેમના જ પોતાના હિતમાં છે.(* આ મુજબના ઉમેદવારો જો GSET માં ઉત્તીર્ણ જાહેર થાય તે પછી તુરંત જ AIU પાસેથી મેળવેલ સમકક્ષતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.)
 • જનરલ/બિન-આરક્ષિત/જનરલ-EWS કેટેગરીના જે ઉમેદવારોએ ૫૫% (સરેરાશ/કૃપા ગુણ ને ગણતરીમાં લીધા સિવાય - without rounding off) સાથે યુનિવર્સિટી અનુદાન આયોગ (UGC)દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા (વેબસાઇટ :https://www.ugc.ac.in) માંથી વિજ્ઞાન  વિદ્યાશાખાઓમાં, માનવ – વિદ્યાઓ(ભાષાઓ સહિત) સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં, તથા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ વિદ્યાશાખામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તેવા ઉમેદવારો GSET ની પરીક્ષા આપી શકશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) નોન ક્રિમીલેયર / અનુસૂચિત જાતિ (SC)) / અનુસૂચિત જનજાતિ (ST) / શારીરિક વિકલાંગ (PH) / દૃશ્યાત્મક વિકલાંગ (VH) / ઉમેદવારે ૫૦%(સરેરાશ/કૃપા ગુણ ને ગણતરીમાં લીધા સિવાય - without rounding off) સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તે ઉમેદવાર GSET ની પરીક્ષા આપી શકશે.
 • જે ઉમેદવારો એ અનુસ્નાતક વર્ગની અંતિમ વર્ષ / સેમેસ્ટરની પરીક્ષા આપી હોય અથવા આપવાની હોય અને જેનું પરિણામ જાહેર ન થયું હોય કે તેમાં વિલંબ થયો હોય તેવા ઉમેદવારો પણ GSET ની પરીક્ષા આપવા માટે ફોર્મ ભરી શકે છે. જો કે આવા ઉમેદવારોને કામચલાઉ ધોરણે જ GSET ની પરીક્ષા આપવા પ્રવેશ આપવામાં આવશે. જો આવા ઉમેદવારો GSETની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવા સંજોગોમાં, જો તેઓ તેમના અનુસ્નાતક વર્ગની પરીક્ષામાં ૫૫ % (જનરલ/બિન-આરક્ષિત/જનરલ-EWS) તથા ૫૦% (SEBC - non creamy layer/SC/ST/PwD(PH/VH) સાથે ઉત્તિર્ણ થાય તો જ તેમને અધ્યાપક સહાયકની ઉમેદવારી માટે યોગ્ય ગણાશે. આવા ઉમેદવારોને GSET ની પરીક્ષાનું પરીણામ જાહેર થયાના બે વર્ષમાં તેમની અનુસ્નાતક વર્ગ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અનુસ્નાતક વર્ગ ના અંતિમ વર્ષ / સેમેસ્ટરની માર્કશીટ GSET માં રજુકરવાની રહેશે અને જો તેમ ન થાય તો ઉમેદવાર ને GSET ની પરીક્ષા માટે નાપાસ ગણવામાં આવશે.
 • ત્રીજી જાતિના ઉમેદવારો, GSET માટે ફી, ઉમર અને પાત્રતાના માપદંડ માં SC/ST/PwD(PH/VH) કેટેગરી ના ઉમેદવારોના ધોરણે છુટછાટ માટે પાત્ર રહેશે. આ કેટેગરી માટે વિષય મુજબના કટ-ઓફ્સ, SEBC(non-creamy layer)/SC/ST/PwD(PH/VH) માટેના વિષય મુજબના કટ-ઓફસમાં સૌથી ઓછા રહેશે.
 • એવા Ph.D. degree ધારક ઉમેદવારો કે જેમણે અનુસ્નાતકની પરીક્ષા ૧૯મીએ સપ્ટેમ્બર ૧૯૯૧(પરિણામ જાહેર થયાની તારીખ ધ્યાનમાં લીધા સિવાય )સુધીમાં પૂર્ણ થઈ હોય એવા ઉમેદવાર ને GSET ની પરીક્ષા આપવા માટેની લઘુત્તમ લાયકાત માટે ના કુલ ગુણમાં ૫% (એટલે કે ૫૫% થી ૫૦%)ની રાહત આપવામાં આવશે.
 • GSET ની પરીક્ષાની લાયકાત માટે ઉમેદવાર પાસે GSET દ્વારા લેવાતા વિષયની UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ.ઉમેદવારો તેમના અનુસ્નાતક વર્ગના વિષય માટે જ GSET ની પરીક્ષા આપી શકશે. ઉમેદવારના વિષયનો સમાવેશ GSET ની પરીક્ષાના વિષયોની યાદી માં ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર દર વર્ષે બે વાર લેવાતી UGC NET અથવા UGC – CSIR NET ની પરીક્ષા આપી શકે છે.
 • ઉમેદવારે ઓનલાઇન અરજીની પ્રીન્ટ કોપી કે પરીક્ષા માટેની યોગ્યતા માટે ના કોઇપણ પ્રમાણપત્ર GSET ઓફીસ, વડોદરા ને મોકલવાના રહેશે નહી. તેમ છતાં, ઉમેદવારો દ્વારા પરીક્ષા માટેની યોગ્યતા સંતોષકારક રીતે રજૂ થાય એ તેમના જ પોતાના હિતમાં છે. GSET એજન્સીને કોઇ પણ પ્રકારની અયોગ્યતા જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
 • SC / ST / PwD(PH / VH )/ SEBC(નોન ક્રિમીલેયર) General-EWS કેટેગરીના ઉમેદવારો એ તેમનું પ્રમાણપત્ર, જે લાગુ પડતું હોય તે, ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર / PH કે VH અંગેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે ફરજિયાતપણે હોવું જોઈએ. તેથી, ઉમેદવારો દ્વારા પરીક્ષા માટેની યોગ્યતા સંતોષકારક રીતે રજૂ થાય એ તેમના જ પોતાના હિતમાં છે. GSET એજન્સીને કોઇ પણ પ્રકારની અયોગ્યતા જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
 • ઉમેદવાર એ બાબત ખાસ ધ્યાનમાં રાખે કે તેમની GSET પરીક્ષા માટે ઉમેદવારી કામચલાઉ ગણાશે. માત્ર એ હકીકત છે કે GSET એજન્સી દ્વારા તેના / તેણીના ઓનલાઇન અરજી ફોર્મ અને પરીક્ષા ફી સ્વીકારવામાં આવે અને હોલ ટિકિટ જારી કરવામાં આવે એ એમ સૂચિત નથી થતુ કે તેમની ઉમેદવારી કાયમી ધોરણે માન્ય કરવામાં આવી છે . GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે પછી જ તેમની અરજીમાં દર્શાવેલ પરીક્ષા માટેની લાયકાત પુરવાર કરનારા તમામ પ્રકારના પ્રમાણપત્રો તથા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ અંતિમ માનવામાં આવશે આવશે. જો કોઇ કારણસર, કોઇપણ સ્થાને અયોગ્ય કે વાંધાજનક બાબત(બિન ઇરાદાર્વક થયેલી કમ્પ્યુટર કે પ્રિન્ટરની ભુલ સહિત ) જણાશે તો GSET દ્વારા તે ઉમેદવારને અનુત્તિર્ણ ( not-qualified ) જાહેર કરી અને GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે.
 • વય મર્યાદા
 • અધ્યાપક સહાયકની લાયકાત માટે GSET માં અરજી કરવા માટે કોઇ વય મર્યાદા નિયત કરવામાં આવેલ નથી.
 • GSET ની પરીક્ષામાંથી મુક્તિ અંગે.
 • UGC અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે લેવાતા નિર્ણયો મુજબ GSET ની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે.