સુસ્વાગતમ

ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) એજન્સી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા , વડોદરાને મધ્યવર્તી એજન્સી તરીકે વર્ષ ૨૦૦૨ થી વ્યાખ્યાતા / અધ્યાપક સહાયક માટે ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) નું આયોજન કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન, નવી દિલ્હી દ્વારા માન્યતા આપવામાં આવેલ છે.

યુજીસી-નેટ બ્યુરો દ્વારા નિયત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરતાં , GSET એજન્સી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગુજરાત રાજ્યમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા આધારિત પસંદગી માટે સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ કરવા આવે છે. હાલમાં GSET પરીક્ષાનું ગુજરાત રાજ્યમાં અગિયાર (૧૧) કેન્દ્રો પર અને ત્રેવીસ (૨૩) વિષયોમાં આયોજન કરવામાં આવે છે.

પરીક્ષાનું જાહેરનામું, મોડેલ / અગાઉના પ્રશ્નપત્રો, અભ્યાસક્રમ, ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, કી જવાબો અને પરિણામો, ઓંલાઇન એપ્લિકેશન સબમિશન, પરીક્ષાલક્ષી વિગતો અને સૂચના અંગેની તમામ માહિતી અમારી વેબસાઈટ http://www.gujaratset.in મારફતે ઉપલબ્ધ કરવામાં આવે છે. GSET માં ઉત્તિર્ણ થયેલા હોય એવા ઉમેદવારો ની માત્ર ગુજરાત રાજ્યમાં આવેલ યુનિવર્સિટી / કોલેજ / સંસ્થાઓ (સરકારી / ખાનગી / સરકારી મદદથી) માં વ્યાખ્યાતા / અધ્યાપક સહાયક તરીકે નિમણુંક, સંબંધિત સંસ્થા દ્વારા સંબંધિત સંસ્થાના નિયમો અને નિયમનોને આધિન રહીને કરવામાં આવશે. GSETમાં ઉત્તિર્ણ ઉમેદવાર માટે એનાયત પ્રમાણપત્ર આજીવન માન્ય રહશે.તાજેતરના સમાચાર

હેલ્પ લાઇન
gujaratset@gmail.com

GSET પરીક્ષા માટે હજી સુધી કોઈ સત્તાવાર સૂચના જાહેર કરાઈ નથી. પરીક્ષા ના આયોજન અંગેનું સમયપત્રક અને સુચના જ્યારે ત્યારે ઉપલબ્ધ કરવામાં આવશે. હાલમાં આવા કોઈ સમયપત્રક અને સુચના ઉપલબ્ધ નથી. વધુ માહિતી માટે કૃપા કરીને ઓફિશિયલવેબસાઇટ www.gujaratset.in ની નિયમિત મુલાકાત લેતા રહો.
નોંધ: જુદી જુદી બિનસત્તાવાર વેબસાઇટ્સ દ્વારા ફેલાતા નકલી સમાચારથી સાવધ રહો. GSET પરીક્ષા સંબંધિત કોઈ સમાચાર, કે જે GSET ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નથી, તેના પર વિશ્વાસ ન કરો.